STORYMIRROR

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

જીવતાં

જીવતાં

1 min
26.2K


આશ અરમાનો જગાવી જીવતાં,

વેદના મન ની દબાવી જીવતાં .


આખરી સાંસો ભરે સંવેદના ,

કર્મ ને દાગો લગાવી જીવતાં


કેટલા સાહસ કરાવે જિંદગી,

જાતને માથે ચડાવી જીવતાં.


પત્થરો જેવાં બનાવી કાળજા,

આગમાં ઘર ને જલાવી જીવતાં.


ભીતરે દાબી હ્રદય ના ઘાવ ને,

બાળતાં સદમાં ઉઠાવી જીવતાં.


વેઠવાને પીડ કઇ ઓછી નથી,

દુ:ખ માં પણ મન મનાવી જીવતાં.


યાર પણ યારી નભાવી ના શકે,

ને ઘણું માસૂમ છુપાવી જીવતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન