જીવનાર મળતા નથી
જીવનાર મળતા નથી
1 min
437
કીર્તિ શ્રેષ્ઠ છે પણ કરનાર જડતો નથી,
મૂર્તિ શ્રેષ્ઠ છે પણ માધવ મળતો નથી,
સ્મરણ શ્રેષ્ઠ છે પણ યાદો અડતી નથી,
રંગો શ્રેષ્ઠ છે પણ અંગો ઓળખતા નથી,
રાત શ્રેષ્ઠ છે પણ વાત મળતી નથી,
અભાવ શ્રેષ્ઠ છે પણ સ્વભાવ મળતો નથી,
પાવન શ્રેષ્ઠ છે પણ પોતાના મળતા નથી,
ચિત્રો શ્રેષ્ઠ છે પણ મિત્રો મળતા નથી,
જીવન શ્રેષ્ઠ છે પણ જીવનાર મળતા નથી.
