જીવન
જીવન
1 min
204
જીવન અને નાટક
બેઉ સરખા વીતે,
એક મહેરમણે અને બીજું રંગમંચે…
દિન – રાત જ્યાં
ડગલે ને પગલે…
ભજવાય રહ્યાં અનેક પાત્ર…
ચહેરા પર નકાબ મૂકી..
દાદ કે તાળીની ચાહતે
ઝખમ સઘળા નેવે મૂકી…
છેતરાયેલો છેતરે મન મૂકી,
ઠાલા મને…
સમજે ખુદને મહા નાયક…
બદલાતા અંકે
કે
ઉઘડતે કે પડતે... પડદે
દુ:ખો દુનિયાભરનાં વિસરી
હસતે ચહેરે,
અર્પે
મળ્યા 'જીવન'ને ન્યાય..
ત્યારે …
અંતે તો.. છે..સૌ
કાંચળી વિના પણ
મહાનાયક.
