ઝાડ વાવીને
ઝાડ વાવીને
1 min
262
રૂપાંતરણ સંપત્તિનું કરીએ ઝાડ વાવીને,
પર્યાવરણ સુગંધિત કરીએ ઝાડ વાવીને,
સંકલન તો કરવું જ જોઈએ ઉપાયોનું,
નિવારણ સંકલિત કરીએ ઝાડ વાવીને,
ઉકેલ લાવવો કોઈ પણ સમસ્યાનો પણ,
નિરાકરણ સંયમિત કરીએ ઝાડ વાવીને,
ફેલાવવો જોઈએ ચોગમ ઉદેશ્યને આમ,
અનુકરણ પ્રસારિત કરીએ ઝાડ વાવીને,
જરૂર એટલી પ્રખ્યાતી કરવાની છે હવે,
સદાચરણ પ્રચલિત કરીએ ઝાડ વાવીને,
પાડીએ પણ નિયમિત નિયમ વહેવાને આ,
આચરણ પ્રવાહિત કરીએ ઝાડ વાવીને,
બની જાય પણ ખુશનુમા સૌ કોઈ 'દિન',
વાતાવરણ પ્રફુલિત કરીએ ઝાડ વાવીને.
