Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

જગનો તાત

જગનો તાત

1 min
207


ધરાને સજીવન જે રાખે એ છે જગતનો તાત,

જો સમજી શકો તો સમજો આટલી જ છે વાત,


એને કાંઈ ફરક પડતો નથી જો હોય ધોમધખતો તાપ,

કે પછી કેમ ના હોય એની સામે વરસાદી રાત,


ગમે તે થાય પણ જગને ધાન્ય પૂરું પાડે જ છે,

ભલે ને ગમે તેવા હો પ્રતિકૂળ હાલાત,


એના માટે સઘળું આકાશ છે પિતા સમાન ને,

ધરતીને હંમેશા માને છે એ પોતાની માત,


પણ જ્યારે એની મહેનતને કોઈ સમજે નહીં "સંગત"

ત્યારે મન દુઃખે છે એનું પણ અને લાગે છે એને પણ આઘાત.


Rate this content
Log in