જાય છે
જાય છે
1 min
15
સત્ય સર્જરી જેવું હોય છે
થોડા દર્દ પછી રાહત થઈ જાય છે.
જૂઠાણું પેઇનકિલર જેવું હોય છે
થોડી રાહત પછી આડઅસર રહી જાય છે.
કસોટીઓ આવે જીવનમાં ત્યારે
સંબંધોની ઊંડાઈની પરખ થઇ જાય છે.
પ્રયત્નો કરી ઝાંપો ખોલી નાખીએ તો
દ્વાર સુધી ભાગ્ય આપોઆપ પહોંચી જાય છે.
વાણી અને વર્તન કાબૂમાં ન રાખીએ તો
તેની ફાંસ ઊંડે સુધી ખૂંપી જાય છે.
ઝાડની ડાળી ઘરના મોભને આંબવા માંડે તો
કુહાડીના ઘાથી વધેરાઈ જાય છે.