જાસુદ
જાસુદ




જાસુદ ફૂલે ઝૂલતી ચમકતી ગુલાબી પંચ પાંખડી,
મધ્યમાં દાંડીએ મુગટ પર રંગીન અપાર આંખડી,
નભે ઝૂમતી શાખાને ચમકીલા દાંતાળા લીલા પર્ણ,
જાણે કે ફૂલસમુચ્ચય શરણાઈને ઉગ્યા રંગીન કર્ણ,
બિનસુગંધે ગણપતિ અલંકાર વિશેષ શોભે નિરાળું,
દ્વિસ્તરીય પુષ્પ જપાકુસુમ અલ્પજીવી ને લજ્જાળુ,
પવન ને તાપથી કંપતા કુસુમની પુષ્પરજ ટપકતી,
ગરણી સમ પંખમાં રંગીન બેનમૂન પુંકેસર લપકતી,
પુષ્પરાજ પંકજ, ગુલાબ, મોગરાને આવી અદેખાઈ,
જાસુદ ભર્યા કેશકર્તન કરી કન્યા અતિ સુંદર દેખાઈ,
જાસુદ ફૂલને ઝૂલતી ચમકતી ગુલાબી પાંચ પાંખડી,
કોમળ ગુલ ડાંખળીએ ધરી શુશોભિત લીલી ચાખડી.