STORYMIRROR

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

હવા વેચવા નીકળ્યો

હવા વેચવા નીકળ્યો

1 min
434

ભરી હવા ફુગ્ગામાં,

હવા વેચવા હું નીકળ્યો,

મળી ખુશી ક્યાંક,

તો મળ્યો ક્યાંક રોટલો,

હવા વેચવા હું નીકળ્યો,


રંગબેરંગી ફુગ્ગા સાથે, 

હવા વેચવા હું નીકળ્યો,

બાળમુખે વરસતા વરસાદને,

આજ જોવા હું નીકળ્યો,


હરખના હિંડોળે દોડતા,

બાળહૈયા જોવા હું નીકળ્યો,

માસૂમ ચહેરાનાં ફૂલ,

ખીલવવા હું નીકળ્યો,


ભરી હવા ફુગ્ગામાં,

હવા વેચવા હું નીકળ્યો,

મળે સૌને મફત છતાં,

હવા વેચવા હું નીકળ્યો.


Rate this content
Log in