Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Others

3  

Rohit Prajapati

Others

હું કરતો ગયો...

હું કરતો ગયો...

1 min
410


ગમ્મત કરતો ગયો ને રમત રમતો ગયો,

જિંદગીને તારી હું અંધારી કરતો ગયો.


ખુશીઓ જે તે સમેટી રાખી હતી જિંદગીમાં,

પળપળના સાથથી એ ઓછી કરતો ગયો.


નવા શમણાં જે તે રંગબેરંગી સજાવ્યા હતા, 

મારા કલંકિત પડછાયાથી ધૂંધળા કરતો ગયો.


પ્રણયમાં લાગણીઓ મળે એવી આશા હતી, 

ક્ષત-વિક્ષત કરી ધુમાડા એના હું કરતો ગયો. 


વિશ્વાસ મુક્યો હતો અનરાધાર જે તે મારા પર, 

શ્વાસ પણ ના લઈ શકાય એવો હું કરતો ગયો. 


કીચડ હમેશાં કીચડ જ રહે એને સાફ ના કરાય, 

એવી લોકવાયકા ફરી સાબિત હું કરતો ગયો.


Rate this content
Log in