Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Kalpesh Shah

Others


4  

Kalpesh Shah

Others


હું છું પ્રકૃતિ રક્ષક

હું છું પ્રકૃતિ રક્ષક

1 min 23.3K 1 min 23.3K

આ પહાડો મને બોલાવે છે,

ઊંચેથી હાસ્ય રેલાવે છે,

મનડું મારું ડોલાવે છે,

મૌસમ પણ સૂર પુરાવે છે,


વાદળી સ્નેહ વરસાવે છે,

મેઘધનુશી રંગો લાલ જાજમ બિછાવે છે,

કિનારો સરોવરનો પોકારે છે,

આસમાની તરંગો મને છાવરે છે,


આ પાર્વતો મારી સાથે વાતો કરે છે,

રોજ શમણાંમાં મુલાકાતો કરે છે,

આવ તને ઉંચેરી ટોચ પર બેસાડું,

કુદરતના ખોળામાં ઘડીક રમાડું,


ફળ-ફળાદિના ભોજન જમાડું,

યાંત્રિક જીવનથી દૂર ભાગડું,

વરસતા વરસાદથી તને ભીંજાવું,

વહેતા ઝરણાંના નિરથી તને રીઝાવું,


ચાલ તને ખુલ્લા આકાશમાં લઇ જાઉં,

ક્રીડાંગણ કુદરતનું બતાવું,

નિલ ગગનની ચાદર ઓઢાડું,


પ્રકૃતિનો ખજાનો આ સુંદર પહાડો,

બસ નીરખ્યા કરું આખો દહાડો,

આ પર્વતો મને ખુબ ગમે છે,

ઘટાઓ આગળ તેમની શિષ નમે છે.


Rate this content
Log in