STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

હોવું જોઈએ !

હોવું જોઈએ !

1 min
13.3K


હે પ્રભુ આ જીંદગીમાં,


દુઃખમાં ડિસ્કાઉન્ટ જેવું હોવું જોઈએ,

સુખમાં કેશબેક જેવું હોવું જોઈએ,


જીંદગી આપો તો એમાં,

પ્રેમ, લાગણી, કરુણા, દયા,

જેવું ફ્રી હોવું જોઈએ,


ખરાબ દિવસો ભલેને આપો તમે,

પણ એમાં પણ હપ્તા જેવું હોવું જોઈએ,


ઘર, ગાડી અને લગનમાં સહાય,

બધુજ શૂન્ય ટકા વ્યાજે હોવું જોઈએ,


અંતે હું મરી જવ તો મોજથી બાળજો,

એમા પણ ફક્ત દિવેલીયા નહી,

થોડુંઘણું ચોખ્ખા ઘી જેવું હોવું જોઈએ,


દુઃખમાં ડિસ્કાઉન્ટ જેવું હોવું જોઈએ,

સુખમાં કેશબેક જેવું હોવું જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન