હમસફર
હમસફર
1 min
475
કંટકોથી ભરેલી આ સફર,
તોય ફૂલો ઉપર મારી નજર,
હો ભલે નામના તારી બધે,
છે બધાને અમારી પણ ખબર,
શું કહું હું જમાનાને કહો,
ક્યાં કરી છે તમે મારી કદર,
રણ મહીં પણ સુમન ખીલ્યું છે જો,
થઈ છે તારા ઈશારાની અસર,
ન જરૂરત કોઈના પણ સાથની,
આ ગઝલ છે શરદની હમ સફર.
