હળવાશ ૬૩
હળવાશ ૬૩


મોંઘી આ ગાડી ઇંધણ બહુ ખાય છે,
પરોઢિયે નીકળે ને થાકે ત્યાં રોકાય છે,
સુખ-દુઃખની સંતાકૂકડી આમ જ રમાય છે,
જિંદગીના આ પાસાં તો રોજ આમ જ બદલાય છે,
સત્ય-અહિંસા ને પ્રમાણિકતાના બસ પાઠ જ ભણાવાય છે,
કિંમત તો અહીંયા સંબંધની બહુ ઊંચી અંકાય છે,
આંખોના આંસુ ઓશીકે જ સૂકાય છે,
આ મનની મોકળાશ ઉંબરા બહાર જ ઠલવાય છે,
સમજવા અને સમજાવવામાં આ જિંદગી કપાય છે,
બસ મનનાં માનેલા સંગ થોડી 'હળવાશ' અનુભવાય છે.