ગુરુ (ગ્રહ)
ગુરુ (ગ્રહ)
1 min
23.7K
સૂર્ય મંડળમાં સૌથી મોટા
વાયુ ભર્યા વજનમાં ખોટા,
મંગલ શનિ મારા પાડોશી
રેંટિયો નથી કાંતતી ડોસી,
પાંચેક ડઝન ચંદ્રની ઓલાદ
કેન્દ્રમાં ભર્યું છે ઘણુંક પોલાદ,
ચુંબકીય ક્ષેત્ર અતિ બળવાન
નરી આંખે જૂઓ ઉજળે વાન,
વજન થાય તારું ત્રણ ગણું
અંગ સમગ્ર મારુ શીત ઘણું,
વંટોળિયા આવે રોજે રોજ
વાવાઝોડા કરે વર્ષો મોજ,
દિવસ અમારો અતિ નાનો
તેજસ્વી ઘણો ન રહું છાનો,
સૂર્યમંડળમાં સૌથી મોટા
ઉપગ્રહ સંતાનના ના તોટા.
