ગુજરાત અફલાતૂન છે
ગુજરાત અફલાતૂન છે


ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે. ટેક૦
નેહ તણાં જ્યાં નેણલાં દૂઝે,
સુખ-સમૃદ્ધિ સદાય રીઝે,
એનાં એવાં શુકુન છે;
ગુજરાત અફલાતૂન છે.
બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,
મહેનત એની બુંદે બુંદે,
એવી દેશદાઝનું ઝનૂન છે;
ગુજરાત અફલાતૂન છે.
વિશ્વપ્રવાસી છે ગુજરાતી,
શાંતસ્વભાવી છે ગુજરાતી,
વેપાર-વણજ એનો ગુણ છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.
કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે,
પાણી ઉલેચે પૈસો ફૂટે,
ધર્મધ્યાનેય નંબર વન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છ
ે.
વિશ્વ વિજયના પંથે ચાલે,
ગગને વિહરે જરૂર કાલે,
સપનાં એનાં સંગીન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.
વિજય તિલક કર્યું છે ભાલે,
નિશાન તાકે દુશ્મન ગાલે,
એની નસ-નસ ખૂન્નસ ખૂન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.
બનાસવાસી -અમદાવાદી,
સુરતી-કચ્છી કે કાઠી,
એનો જન જન બેનમૂન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.
છે ભરતખંડની પૂણ્યભૂમિ,
વીર વીરાંગના શૌર્યભૂમિ ,
એને કોટિ કોટિ વંદન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.