ગ્રીષ્મ ઋતુ
ગ્રીષ્મ ઋતુ
1 min
188
ગ્રીષ્મમાં ઘૂમતા ખાલી વાદળો સલિલ ભરવા,
લાલચટક ગુલમહોર નાભ તાપે આમ્ર ચરવા,
સેર કરતી આકાશે ધૂળ ડમરી નભ લૂ વરસતી,
વેગે વે'તા ઉના વાયરે પંખ શ્રુષ્ટિ જળ તરસતી.
સૂકા ભઠ પડ્યા ખેતરો રોતા આંસુ જળ વિહીન,
ભૂખે મર્યા ભરપેટ શિકાર શોધતા તરસે શાહીન,
નાહી પ્રસ્વેદે ખેડુ વાવતાં ખાતર ખેતરે ચાસમાં,
થશે નીરવૃષ્ટિ સીમ વાવીશું બીજ એવી આશમાં.
રજાઓ માણતા ભૂલ્યા ભૂલકા કેવી વળી ગરમી,
રહ્યા અજાણ કે ક્યારે ઢળી સંધ્યા ખુબ રમી રમી,
બંધાયા ઘન શ્યામ જયારે ઉત્તરે હવે આશ જાગી,
આવતો જોઈ અષાઢ મેહ બીક ઉષ્ણ ગ્રીષ્મ ભાગી.
