STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

3  

Vrajlal Sapovadia

Children Stories

ગણિત

ગણિત

1 min
360

ગણિત નથી કેવળ ખાલી કોરે કોરા આંકડાની રમત,

જાણો ને માણો તો કરાવે એમ તો થોડી ઘણી ગમત,


સરવાળો ને ગુણાકાર હિસાબે અંક થોડોક મોટો કરે,

વર્ગ ને જો ઘન કરો તો આંકડા જઈ આસમાનમાં ફરે,


બાદબાકી ભાગાકાર ગમે એવા મોટા અંક તોડી પાડે,

વર્ગમૂળ ઘનમૂળ કર્યે આંકડાને લઈ જાય ઊંડા ખાડે,


એમ તો કેટલીક ગણિતની ગણના અતિશય અટપટી,

એટલે જ તો વૈજ્ઞાનિકને લાગે છે ગણિત બહુ ખટપટી,


ગણિત મધ્યે બીજગણિત ભૂમિતિ કલનશાસ્ત્ર નું ટોળું,

ગણતરી વગરનું હર કોઈ વિજ્ઞાન લાગે છે સાવ મોળું,


ગણિતશાસ્ત્ર વિજ્ઞાનની ગણાય છે નાનકડી એક શાખ,

ગણિત વગર વિજ્ઞાનની બધી શાખા બની જાય રાખ,


ગણિત નથી કેવળ ખાલી કોરે કોરા આંકડાની રમત,

તર્ક અને વિજ્ઞાનની ગણિત વિના નથી કોઈ જ કિંમત.


Rate this content
Log in