Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ગઝલની આસપાસ

ગઝલની આસપાસ

1 min
630


દીઠો એક ચહેરો ગઝલની આસપાસ,

ભરતો એ પહેરો ગઝલની આસપાસ,


કલ્પનાનો મહાસાગર ઉછળવા માંડે,

ને ઊઠતી લહેરો ગઝલની આસપાસ,


મનડાના મોરલિયા જો ગહેકવા લાગે,

રંગ જામે ગહેરો ગઝલની આસપાસ,


ગઝલનાં ફૂલોની ફેલાય જાય ખુશબૂ,

મુગ્ધ બને શહેરો ગઝલની આસપાસ,


આનંદફુવારો જેની અંદર વછૂટશે,

તેની થશે મહેરો ગઝલની આસપાસ,


‘સાગર’ દિલથી સાંભળનાર અહીં આવે,

આવે ન કો’ બહેરો ગઝલની આસપાસ.


Rate this content
Log in