ગઝલ ..... સાંભળે છે મા
ગઝલ ..... સાંભળે છે મા
1 min
469
કોણ કહે છે, તું નથી? સપને મળે છે મા,
સર્વ આધિ વ્યાધિ ઉપાધી ટળે છે મા.
જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા;
એક ચિત્તે વાત મારી સાંભળે છે મા.
લોહીના આંસુ વહાવે એક મા જ્યારે,
દીકરા હોવા છતાં પણ ટળવળે છે મા.
ઘર અમારું રોશનીથી ઝળહળે કાયમ,
રાત દી' આઠે પ્રહર સ્વયં બળે છે મા.
શક્ય છે ક્યા ઇશનું મળવું બધાને અહીં?
એટલે મા ના સ્વરૂપે ઈશ્ મળે છે મા.
ખળભળાવી નાખતી આ યાદ ખૂંચે છે,
જો છબીથી વહાલ તારું ઝળહળે છે મા.
જો હૃદયથી હું સ્મરું મા એક પળ માટે,
સર્વ દેવી દેવતા આવી ભળે છે મા.
