ગીધ
ગીધ
1 min
24K
કદ વિશાળ વાંકી ચાંચ અને તીક્ષ્ણ દ્રષ્ટિ
પર્યાવરણ સમતોલ વળી સાફ રાખે સૃષ્ટિ,
વસે ઊંચે વૃક્ષ ભલે ને કહેવાય માંસભક્ષી
શિકાર નહીં જીવતાનો કરતું એ ગીધ પક્ષી,
રાજ ગીધ બિન પગારે છે સફાઇ કામદાર
પૂર્વજ જેના જન્મથી જટાયુ પક્ષી નામદાર,
બદનામ કર્યા જોઈ જન અતિશય લોભી
મરેલું વધેલું ખાઈ કરે સેવા એવા મોભી,
ગિરનારી, ડાકુ, ખોળો પહાડી એવી જાત
માળા મારા સુંડલા જેવા કઈંક નવી વાત,
નગરની ભીડભાડ ભરી વાતે કર્યા લુપ્ત
સંગ્રહાલય વસીશું મળે કોઈ જન આપ્ત
કદ વિશાળ વાંકી ચાંચ અને તીક્ષ્ણ દ્રષ્ટિ
ઝંખે ગીધડાં માનવ કને જરા પ્રેમ વૃષ્ટિ.