ઘર પરિવાર
ઘર પરિવાર
1 min
257
જીવંત દાખલા ગણાતા પરિવાર,
મોભો ધરાવતા હતાં એ દમદાર,
ડેલી, બારણું, આંગણું ને પડથાર,
બધા તો એ હતાં ઘરનો શણગાર.
સમસ્યા ભલેને મોટી,થાય નિકાલ,
મુશ્કેલીઓનો હલ પણ તત્કાળ,
સાથે મળી સૌનોથતો હતો નિભાવ
રહેતા સાથે ભલે હો જુદા સ્વભાવ,
ઘટી ગયા હવે એવા પરિવારો,
જ્યાં અન્નને મનનો થયો બટવારો,
દેખાતા હાલે સિરિયલ ચિત્રપટે
વાસ્તવમાં એવું હવે ક્યાં ઘટે ?
