ઘોડાગાડી રિક્ષા
ઘોડાગાડી રિક્ષા

1 min

11.4K
ઘોડાગાડી રિક્ષા.....રિક્ષામાં બેઠા સિંહ રાજા
ઓ મારા વાઘભાઈ જંગલમાં વગાડાવો વાજા
રીંછને લાવજો, ચિત્તાને લાવજો
જંગલમાં ખોલી છે નિશાળ
એકડ એક શીખીશું ને ભણીશુંં
રમવાનું મેદાન છે વિશાળ
ઓ મારા શિયાળભાઇ તમે બોર લાવજો તાજા
ઘોડાગાડી રિક્ષા.....રિક્ષામાં બેઠા સિંહ રાજા
સસલાને હરણને લાવજો
સાથે બેસીને રમત રમીશું
ઘડિયા ગાશુંં કવિતા બોલીશું
શાળામાં સાથે હરીશું ફરીશું
ઓ મારા હાથીભાઈ તમે કેળા લાવજો ઝાઝા
ઘોડાગાડી રિક્ષા.......રિક્ષામાં બેઠા સિંહ રાજા