ગધેડું
ગધેડું


વેંચાયુ વૌઠાના મેળે વૈતરું કરતું વૈશાખનંદન
માલવાહક ખોલકુ કરતું ગાંઠનું ય ગોપીચંદન
જરા લાગ્યું ગધેડું ગયું અને ફાળિયું પણ ગયું
લંબકર્ણ ટૂંકા પગ ને ધીમી ચાલે ભૂંકવા લાગ્યું
શ્વેત શાકાહારી રાસભને લાત મારવાની ટેવ
કરે ગધાની જેમ કામ અને તરવાની નહિ ખેવ
કીધે કુંભાર ગધેડે ન ચડે જે રમતો દિન રાત
ખર સાંભળતો સાંઠ ગાઉ દૂરથી ભાઈની વાત
કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં ગર્ધવના નખ તેજ&n
bsp;
તેજીને ટકોરો, ગધેડાને ડફણાં સુવે વિના સેજ
સસ્તુંં ગર્દભ ને ગધેડા ઉપર અંબાડી ન શોભે
ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે શેના લોભે
ગધેડાને તાવ આવે તેવી વાત છે રમતિયાળ
ગધેડાનું મોં કૂતરે ચાટ્યું કામ કરે અંતરિયાળ
હોશિયાર સાવધ, મૈત્રીપૂર્ણ તોય મૂર્ખની છાપ
શીખવા માટે ઉત્સુક વળી પાચનશક્તિ અમાપ
વેંચાયુ વૌઠાના મેળે વૈતરું કરતું વૈશાખનંદન
બન્યું હોત કોઈ દેવનું વાહન કરત લોક વંદન.