Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

એવું કંઈ નથી હોતું

એવું કંઈ નથી હોતું

1 min
365


હર વખત મારા વિશે તમે જે ધારો એવું કંઈ નથી હોતું,

ને આ અલગારી સફરમાં સરનામાં જેવું કંઈ નથી હોતું !


વીતી જાય ભલે ને આખે આખી રાતડી અંધારના સથવારે,

ને ત્યારે સૂરજ ઊભો રહે રસ્તામાં, એવું કંઈ નથી હોતું !


સૂરજના ઉજાસમાં અસ્તિત્વ આખું પડછાયાના સહારે,

ને ખુદ સૂરજને પોતાના પડછાયા જેવું કંઈ નથી હોતું !


ભલે પ્રેમીઓ ઉન્માદમાં ઉપમા મિલનની આપે યુગોથી,

ક્ષિતિજે ધરતી ને આભ મળતા હોય, એવું કંઈ નથી હોતું !


લાભ હાનિ તો એક જરૂરી હિસ્સો છે આ સુંદર સંસારનો,

સમર્પણની સ્થિતિમાં નફો નુકશાન જેવું કંઈ નથી હોતું !


ઘોંઘાટના નગરમાં જે વસે છે એને જ ગોતે છે માનવ,

એ સન્નાટાને અવાજની ખબર હોય, એવું કંઈ નથી હોતું !


એ તો સંકોચાય સ્પર્શ થકી એના સ્વભાવ મુજબ જન્મથી,

લજામણીને શરમ ખરેખર આવે, એવું કંઈ નથી હોતું !


આ તો નશો છે અમને "પરમ" નો કોણ જાણે કેટલા યુગોથી,

ને મારી ભીતર કોઈ હોય છે "પાગલ", એવું કંઈ નથી હોતું !


Rate this content
Log in