દરિયો
દરિયો
1 min
218
મોજા જે મધદરિયે ઊઠતાં
આવી કિનારે કવિતા બનતાં,
પોતાની સાથે લઈને આવતાંં,
લાગણીઓના રસભર ભાતાંં,
ક્યાં વંચાતાં, ક્યાં રઝળતાં,
ક્યાં પથ્થર સાથે અથડાતાં,
તો ક્યાં જઈને કિનારે સમાતાં.
દરિયો દિલ છે, વિચારો મોજા,
કાગળ કલમ પર ઉતરે સાજા.
