Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Others

4  

Dr. Foram Patel

Others

દોસ્ત

દોસ્ત

1 min
237


મારા મનના દરિયાનો તું જ છે એક કિનારો,

મારી જીવનનૈયાને હંકારતો તું જ છે એક સહારો !


નથી હોશ મારે કોઈ અઢળક સંપત્તિના ઢગલાંની,

મને તો છે માયા મારા હૈયે કંડારેલ તારા પગલાંની !


વ્હાલું લાગે છે મને તારા ચહેરાનું સ્મિત,

માયા એવી બંધાણી જાણે જન્મોજન્મની પ્રીત !


નથી લખાયો સંબંધ તારો ને મારો લોહીની કલમે,

તો ય ઝંખે છે આ દિલ તારો સાથ દરેક કદમે !


આપણી જોડીનો સદા સાક્ષી રહ્યો છે આ જમાનો,

તારી ને મારી દરેક પળો જાણે લાગણીનો ખજાનો !


તારા માટે તો દરેક મુસીબતોથી હું લડી જાણું,

આંચ ન આવે કોઈ તને એ જ પ્રભુને દુઆ કરું !


બંધન તારું ને મારું ક્યારેય ન થાય અસ્ત,

ભવોભવના બનીશું સાથી હું ને મારો દોસ્ત !


Rate this content
Log in