Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

દોલત

દોલત

1 min
219


વગર અપેક્ષાએ મને આ તે કેવો કિંમતી ખજાનો મળ્યો છે,
અલભ્ય ને અમૂલ્ય દોસ્તોની દોલતનો ખજાનો મળ્યો છે !

જે જે સમયે જે જે જણ મને મળ્યો છે જીવન સફરના રસ્તે,
ધારવા કરતા પણ હર એક માણસ બહુ મજાનો મળ્યો છે !

આંધળુંકિયા હતા અજાણ્યા જીવન તણાં ઘેરા સાગરમાં,
પણ નસીબજોગે જીવનસાથી મને ગજાનો મળ્યો છે !

આમ તો અમથી જ આપાધાપી હોય છે અઠવાડિયું આખે આખું,
અંતે રજાની દોલત જેવો રવિવાર એક મજાનો મળ્યો છે !

ક્યારેક તો કોઈ જ ગુનો કર્યા વગર જ અપરાધી હોઉં છું,
ને આ આરામ તો કોણ જાણે કયા ગુનાની સજાનો મળ્યો છે ! 

હવે કદાચ ઊડાશે આસાનીથી અસીમ ને અવથાર આભમાં,
ઈશારો જ્યાં એક મંદિરની ફરફરતી ધજાનો મળ્યો છે !

'પરમ' આભારી છું હું અંતે એ દોસ્તોની દોલતનો અંતરથી,
કે આ અલગારી 'પાગલ' પનમાં સાથ મને જે પ્રજાનો મળ્યો છે !


Rate this content
Log in