દીકરો મારો લાડકવાયો
દીકરો મારો લાડકવાયો
1 min
279
નાનો નાનો નક્ષ મારો, મમ્મીનો તું છે પ્યારો,
પા પા પગલી કરતા કરતા, નાના ડગલાં માંડતાં માંડતા,
દાદાનો તું છે દુલારો બાનો છે તું બાલુડો,
કાકાનો તું કામણગારો, કાકીનો તું છે કાલો,
મામાનો તું છે માનીતો, મામીને તું પ્રાણથી પ્યારો,
માસીને તું છે વ્હાલો, માસાને તું મનથી ગમતો,
નાનાનો તું નાનકો, નાનીનો તું નટખટ કાનુડો,
પરમપિતા પરમાત્માની છે તું અનમોલ ભેટ,
નક્ષ મારો વ્હાલો વ્હાલો........!
