STORYMIRROR

Nana Mohammedamin

Others

4  

Nana Mohammedamin

Others

ઢળતી સાંજે

ઢળતી સાંજે

1 min
332

આ આાથમતા સૂરજમાં રંગાયેલું આ ગગન,

દરિયાનાં સફેદ મોજાંથી તૃપ્ત થતું આ મન, 

ઘર તરફ ઉપડતા મારા પગને રોકે,

ઢળતી જતી સાંજ મને બોલાવે,

ઢળતી સાંજે.....


ઠંડા પવનની લહેર બક્ષે મને મારા જીવનની લહેર,

ઢળતો સૂરજ કહે મને જોવા પ્રકૃતિનાં ચશ્માં પહેર,

ખેતરમાં લહેરાતો મોલ ફ૨ફર કરતો ઝૂમે,

ઊડતાં પંખીઓથી સંધ્યા કલરવ કરતી બોલે,

ઢળતી સાંજે.....


કુદરતી પીંછીથી રંગાયેલ રંગીન આકાશનો થયો અનુભવ, 

સંધ્યાના રંગમાં થયો મને જીવનનાં રંગોનો અનુભવ,

ક્ષણભરમાં સરકી જતાં સૂરજની સાંજ માણી,

દિવસભરનો થાક ઉતારવા ચાંદની રાતરાત પામી,

ઢળતી સાંજે.....


ગમગીન સાંજમાં આનંદનો થયો અહેસાસ,

ઠંડક પ્રસરાવતી સાંજમાં આંખોને થયો ગરમીનો અહેસાસ, 

ઢળતી સાંજે કુદરતી કરામતો બોલે,

આવી, ઢળતી સાંજને 'નાના' મનભરીને માણે,

ઢળતી સાંજે....


Rate this content
Log in