STORYMIRROR

'Sagar' Ramolia

Others

3  

'Sagar' Ramolia

Others

ડાકલાં વાગ્યાં

ડાકલાં વાગ્યાં

1 min
373

ધૂણીને દો જવાબ, ડાકલાં વાગ્યાં,

દેખાડી દો રૂઆબ, ડાકલાં વાગ્યાં,

 

બોલવા ટાણે બોલો, પછી જશે ટાણું,

દૂર કરો નકાબ, ડાકલાં વાગ્યાં,

 

વેરશો કાંટા તો ખુદનેય વાગશે,

આપો બધે ફૂલછાબ, ડાકલાં વાગ્યાં,

 

વધો આગળ, ડરો ન અંધકારથી,

રાહ ચીંધે મહેતાબ, ડાકલાં વાગ્યાં,

 

ભલેને ડરાવે ‘સાગર’ ગાજ-વીજ,

છોડતા નહિ ખ્વાબ, ડાકલાં વાગ્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન