ચકીબેન
ચકીબેન


ચકીબેન ચકીબેન મારા ઘેર આવશો કે નહીં..2
ચકીબેન....2 મારી સાથે વાતો કરશો કે નહીં..2
ખાવાને ખાટા બેર રે આપું
બેસવાને તને ચેર રે આપું
પીવાને તને કોલા આપું
સૂવાને તને ગાદલા આપું
તૈયાર માટી પૂંઠાનાં માળામાં રહેશો કે નહીં......2
ચકીબેન..2 મારા ઘેર ચીં ચીં ચીં કરશો કે નહીં....2
પહેરવાને સ્કર્ટ મેડી રે આપું
ખાવાને ઠંડી કેન્ડી રે આપું
નાહવાને સાબુ લક્ષ રે આપું
રહેવાને ઠંડો કક્ષ રે આપું
ચકીબેન મારા આંગણે ઠુમક ઠુમક ચાલશો કે નહીં
ચકીબેન...2મારી સાથે સંતાકૂકડી રમશો કે નહીં.2
રમવાને તને મોબાઈલ રે આપું
વાળમાં નાખવા ઓઈલ રે આપું
સુગંધીદાર તને સેન્ટ રે આપું
ટોપ ને જીન્સનું પેન્ટ રે આપું
ચકીબેન....2 મારી સાથે મસ્તી કરશો કે નહીં..2
ચકીબેન.....2 મારા ઘેર આવશો કે નહીં.....2