ચકા ચકીની યાદ
ચકા ચકીની યાદ
1 min
333
ચીં,, ચીં,, ચીં,, ના રૂડા પડઘા કાનમાં અથડાતા,
ને પરોઢની મીઠી નીંદરને અમે ભગાડતા,
ચકો અને ચકી ફળિયામાં બેસી રમતા,
ને કિકિયારી કરતા બચ્ચાને દાણો ખવડાવતા,
તરૂની ડાળીએ ડાળીએ ચકીના ઘર લટકતા,
ચકો અને ચકી મોજથી માળામાં રહેતાં,
વિકાસની રફતારે માનવ થયા આમતેમ દોડતા,
ભાંગી પડ્યા ચકીનાં ઘર મોબાઈલ માયા બંધાતા,
આંગણું ગજવતી ચકીની સંભાળ ન રાખતા,
નિકળી પડયા લોકો ખોખાના ઘર લઈ ચકીને શોધતા,
આજ 'વિશ્વ ચકલી દિને' ચકીને સંભારતા,
રડી પડ્યું ફળિયું ચકા-ચકીની યાદો વાગોળતાં.
