ચિત્તો અને દીપડો
ચિત્તો અને દીપડો


ચિત્તો ને દીપડો પ્રાણી બિલાડી કૂળ
શરીર, સ્વભાવ નોખા અમારા મૂળ
ચતુર ચિત્તો દોડે ત્યારે છૂટ્યું બાણ
ચર્મ સોનેરી શ્યામ ટપકાં રમખાણ
નાનામોટા ટપકાં એકબીજાથી જુદા
શીર નાનેરું હાથ પગ લાંબા બેહુદા
ખુલ્લા નખ નાજુક ધડ વધુ લંબાઈ
કમર પાતળી લાંબે પગ ન ઊંચાઈ
ચહેરે આંખથી મુખ મૂછ શ્યામ રેખા
ચપળતા છલાંગ લઈ લાંબી અદેખા
નાનું ભાલ નયન ઉપર તીણી ચીસ
દોડી પકડે ગર્દન શિકાર ચડ્યે રીસ
દીપડે મઢી મેલી પીળી ચામડી રંગે
કાળી પહેરી વીંટી જડી સોનેરી નંગે
ટપકાં શ્યામ સમૂહે ઓઢ્યાં અંગ પર
ટૂંકા પગ માંસલ ધડ કૂદે ઝાડ ઉપર
ભારે અવાજ નાંખે ગુસ્સો આવ્યે ત્રાડ
નાખ આવે બહાર ચડે ઝાડ પાડી રાડ
ચિત્તો ને દીપડો પ્રાણી બિલાડી કૂળ
વન વસી રાતે મોજ શિકાર અનુકૂળ