છે તો છે
છે તો છે
1 min
348
જાલિમ જમાનાથી બગાવત છે તો છે,
મારાને બીજામાં તફાવત છે તો છે,
જાહિદને મન જે સૌથી મોટું પાપ છે,
એ પ્રેમ મારે મને ઈબાદત છે તો છે,
દોડી-દોડી થાકયા ચરણ હાંફ્યા હરણ,
આ ઝાંઝવા રણની શરારત છે તો છે,
તારી નજરથી મેળવી લેશું નજર,
તારી નજર કાતિલ કયામત છે તો છે,
ફરિયાદ તારાથી મને પણ છે 'શરદ'
ને તુજને મારાથી શિકાયત છે તો છે.
