STORYMIRROR

Dinesh soni

Others

4  

Dinesh soni

Others

છે નારી

છે નારી

1 min
228

ભુજાઓમાં હથિયાર છે ભારી,

સબળા હવે સરેઆમ છે નારી,


એક પત્ની વ્રત પાળવું હોય તો,  

ભારેખમ નશાનો જામ છે નારી,


કહેવાય પણ નારી તું નારાયણી,

તીર્થ પણ ચારો ધામ છે નારી,


ગોતવા પડે ના ભગવાનને વળી,

હૃદયે વસાવી લ્યો રામ છે નારી,


બધા ક્ષેત્રોમાં પારંગત થઈ 'દિન',

કરે છે કામ ખુલ્લેઆમ છે નારી.


સામગ્રીને રેટ આપો
લોગિન