STORYMIRROR

Vimal Soneji

Others

4  

Vimal Soneji

Others

ચાલો કરીએ દોસ્તી

ચાલો કરીએ દોસ્તી

1 min
167

ચાલો કરીએ દોસ્તી 

સ્વાસ ને વિશ્વાસની દોસ્તી 

આશ ને અહેસાસની દોસ્તી


સ્વર ને સંગીતની દોસ્તી 

સંગીત ને શબ્દની દોસ્તી 

લય ને તાલની દોસ્તી 

ઝાંઝર ને ઝણકારની દોસ્તી 


કલમ ને કાગળની દોસ્તી

શબ્દ ને સોચની દોસ્તી 

કથા ને વ્યથાની દોસ્તી


સુરજને ચંદ્રની દોસ્તી 

ઉષા ને સંધ્યાની દોસ્તી 

તેજ ને તિમિરની દોસ્તી 

ક્ષણિક ક્ષિતિજની દોસ્તી 


બંધનને સંબંધની દોસ્તી 

કૃત્ય ને નૃત્યની દોસ્તી 

મૃત્યુ ને અમૃતની દોસ્તી

કૃષ્ણ ને અર્જુનની અમર દોસ્તી 


ત્યાં સુધી માણીએ 

મન ને માનવની દોસ્તી 

કરીએ દુર 

તન ને તનાવની દોસ્તી

સ્વીકારો દોસ્તની દોસ્તી



સામગ્રીને રેટ આપો
લોગિન