STORYMIRROR

Bharat Darji Aabhas

Others

3  

Bharat Darji Aabhas

Others

ચાહી છે તને- આભાસ

ચાહી છે તને- આભાસ

1 min
14K


વેદોનાં ૠચાઓની જેમ ચાહી છે તને,

નમાજ પહેલાની અઝાનની જેમ ચાહી છે તને.

 

તું ભલે માને કે માને તારી મરજી,

વરસાદ પછીની મહેકની જેમ ચાહી છે તને.

 

રણ ભૂલેલા પ્રવાસીને જેમ મળે વિરડો,

વિરડાનાં અમૃત સમ જળની જેમ ચાહી છે તને.

 

ઉમ્મીદ હોય છે અંધારી રાતોમાં જેટલી,

અંધકારમાં એ જ્યોતિની જેમ ચાહી છે તને.

 

"આભાસ" મરણ હોય સામે દિદાર થાય એમનો,

છેલ્લા એ શ્વાસો શ્વાસની જેમ ચાહી છે તને.

 

 

 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ