STORYMIRROR

Jaya. Jani. Talaja.'Jiya'

Others

3  

Jaya. Jani. Talaja.'Jiya'

Others

ચા ની ચાહત

ચા ની ચાહત

1 min
215

મારો પ્રથમ પ્રેમ "ચા"

સવારે ઊઠીને ચા.

બપોરે ચા.

સંધ્યાકાળે, 

ચા ના સથવારે, 

આમ જીવ મોજ માણે.

બસ, ! ચા...ચા... 


શિયાળામાં ચા.

ઉનાળામાં ચા.

ચોમાસે વારંવાર ચા.

મરણ ટાણે, 

ડીલેવરી કાળે.

બસ, ! ચા....ચા....


આવે આંગણે મહેમાન ત્યારે, 

પ્રસંગે,.. વારે તહેવારે.

વારંવારે ચા... ચા...

બસ, ! ચા.... ચા....

બીમારી આવે ત્યારે.

હર્ષ ખુશી હોય જ્યારે.

સમય પાસ ન થાય ત્યારે.

કોઈ ની યાદ સતાવે જ્યારે.

બસ, ! ચા... ચા...


બાળપણમાં ખોરાક ન ખવાય ત્યારે.

વૃદ્ધાવસ્થા એ દાંત જાય જ્યારે.

યુવાનીમાં મેફીલ જામે ત્યારે.

બસ, ! ચા... ચા...


સાલી, ! થઈ જિંદગી ધૂતારી.

ચા, ન પીવા દીધી ઉકાળી.

મૃત્યુ બાદ પીઈશ 

વારંવાર ઉકાળી ઉકાળી.

બસ, ! ચા... ચા... 


આવ તું મારી કબર પાસે.

આવજે ચા ની કીટલી સાથે.

હશે ચા, માત્ર એક કીટલી.

હું પીઈશ સાગર જેટલી.

બસ, ચા... ચા...


મૃત્યુ બાદ,

શરીરને ક્યાં હશે કોઈ આવાદ.?

થશે દૂર, એલર્જી દૂધની.

કરીશ પુરી ખોટ,રોજની.

પલ, પલ, હર પલ, પીઇશ 

બસ, ! ચા....ચા...


આ દુનિયા દૂધવાળી ખરી. !

મારે શું કામની, મને "ચા" જ ન મળી.

જાતાં,જાતાં, જીવ ચા માં ગયો ભળી.

ધરજો ચા મને સૌ ભેગા મળી.

કીટલી ને કીટલી ભરી.

હુ ખૂબ પીઈશ ને, 

યમલોકમાં બધાને પાઈશ 

બસ, ! ચા... ચા.


Rate this content
Log in