બિલાડીબેન બિલાડીબેન
બિલાડીબેન બિલાડીબેન


બિલાડીબેન બિલાડીબેન
ઉંદરને ખાતા નઈ..(2)
દાળ ખાજો, ભાત ખાજો,
ખાજો ખાટું દઈ.(2)
મ્યાઉ મ્યાઉ કરી ઉંદર સાથે
રમજો મારા ઘેર.(2)
ઉંદરભાઈ સાથે ભૂલી જજો
તારુ મારુ વેર.(2)
મ્યાઉ મ્યાઉ કરી,મ્યાઉ મ્યાઉ કરી
ઉંદરને ડરાવતા નઈ.(2)
બિલાડીબેન બિલાડીબેન
>
ઉંદરને ખાતા નઈ.(2)
અડકો દડકો,સંતાકૂકડી
રમજો પકડી હાથ(2)
બિલાડીબેન અને ઉંદરભાઈનો
છૂટે નઈ સાથ.(2)
ભેગા બેસી દૂધ પીજો,
દોડાદોડી નાં કરતા ભઈ(2)
બિલાડીબેન બિલાડીબેન
ઉંદરને ખાતાં નઈ(2)
દાળ ખાજો,ભાત ખાજો,
ખાજો ખાટું દઈ(2)