ભારતની આ ભવ્યતા
ભારતની આ ભવ્યતા
1 min
193
ભારતની આ ભવ્યતા છે ભારતની ભવ્યતા
ભારતની આ સભ્યતા છે ભારતની સભ્યતા,
ઉતરે છે સુંદર હિમાલયની હયાતી
દક્ષિણે છે શ્રીલંકાની સૌંદર્યતાની કહાણી
પૂર્વમાં છે બાંગલાદેશની પાડોશીની પડછાઈ
પશ્ચિમે છે અરબ સાગરની અનોખી અલગતા,
દેશમાં રાજ્યોની છે રમણીયાત
જેમાં દેખાય છે વિવિધતાની એકતા,
ગંગા યમુના ગોદાવરીની સંગમયાત્રા છે
તેના જ પવિત્ર નીરની નિર્મળતા છે,
પશ્ચિમમાં ગુજરાતની ગાથા છે
જેમાં ગૌરવની ગાગરમાં સાગર છે,
ભારતની આ ભવ્યતા છે ભારતની ભવ્યતા
ભારતની આ સભ્યતા છે ભારતની સભ્યતા.
