Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

ભાગતો

ભાગતો

1 min
361


પાપના ડરથી હવે ફફડીને આતમ બાળતો,

છે રખોપા રામના જાણી અહીં ડર ભાગતો.


એક ગમતી પળ મળે આશા ઘણીયે રાખતો.

ડાઘ મનનો એ સ્વીકારે આશ રાખી ચાલતો. 


ભરબજારે હાંસી ઉડતી કેમ જાણો છો હવે? 

નાર ઘરની લાજ એની આજ આવી ઢાંકતો.


લીટી મોટી કેમ કરવી વાતમાં ગભરાય ને,

ભૂલ મોટી માનવીથી થાય ત્યારે જાગતો. 


સારથી છો સારથીપદને નિભાવો પ્રેમથી, 

હારવું કે જીતવું આસાન ક્યાં છે જાણતો. 


મન અહીંયા હિજરાતું હિજરત કરતાં ઘણુ, 

યાદ આવી આજ સૌદાગરની મનથી કાઢતો. 


છાબ ભરવી કામ કપરું કોણ જાણે કેમ છે ? 

ને મજામાં છું કહીને મન વલોવી નાખતો.


Rate this content
Log in