Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj J. Patel

Others

5.0  

Manoj J. Patel

Others

બદનામ ન કરો મૃત્યુને

બદનામ ન કરો મૃત્યુને

1 min
101


કમજોર તમે છો !

બદનામ કરો છો મૃત્યુને ?

બદનામી નહિ નામી છે, 

નામી નહિ મહાનામી છે. 

બદનામ ન કરો મૃત્યુને.


સગાંથી કે સંબંધીઓથી,

મિત્રોથી કે દુશ્મનોથી,

ઘરમાં કે ઘરની બહાર,

પળેપળે મર્યા કરો છો,

ને બદનામ કરો છો મૃત્યુને ?


જીંદગી કેરા અંતિમ પડાવે, 

સાથ સૌના છૂટી જાય છે,

સાથ અંતિમ આપી જાય છે, 

લાગણી કેરી કદર કરતાં તો શીખો,

બદનામ ન કરો મૃત્યુને.


Rate this content
Log in