બાપુ યાદ આવે
બાપુ યાદ આવે


યાદ આવે ઘણી સતાવે,
આજ મને ગાંધીજી યાદ આવે
છીનવાઈ જતા બાળપણ જોઈ
મને ગાંધીજી યાદ આવે.
ગંદા થતા ગામડા જોઈ
મને ગાંધીજી યાદ આવે.
બાળકોના પૂજારી તમે
ફરીથી ધરા પર આવો
ગ્રામસફાઈના સંદેશા તમે ફરી આપી જાઓ
યાદ આવે ઘણી સતાવે,
આજ મને ગાંધીજી યાદ આવે.
નિરક્ષરતા ને અજ્ઞાનતા જોઈ મને ગાંધીજી યાદ આવે
સ્ત્રીઓની સ્વચ્છન્દતા જોઈ ગાંધીજી યાદ આવે
મહિલાના માવતર તમે
ફરીથી ધરા પર આવો
પ્રોઢ ને શિક્ષણ તમે ફરી આપી જાઓ
યાદ આવે ઘણી સતાવે,
આજ મને ગાંધીજી યાદ આવે.
વધતા જતાં આ ફાસ્ટફૂડ જોઈ
આજ મને ગાંધીજી યાદ આવે
અંગ્રેજીમાં કાયદા જોઈ
આજ મને ગાંધીજી યાદ આવે.
રાષ્ટ્ર
ભાષાના રાજા તમે
ફરીથી ધરા પર આવો
સાદા ભોજનના સંદેશ ફરી આપી જાઓ
યાદ આવે ઘણી સતાવે,
આજ મને ગાંધીજી યાદ આવે.
ગરીબોના હાલ જોઈ
આજ મને ગાંધીજી યાદ આવે
ખેડૂતોના દિદાર જોઈ
આજ મને ગાંધીજી યાદ આવે.
ગરીબોના બેલી તમે
ફરીથી ધરા પર આવો
ખેડૂતોને માન તમે ફરી અપાવી જાઓ
યાદ આવે ઘણી સતાવે,
આજ મને ગાંધીજી યાદ આવે.
બેરોજગાર મજૂર જોઈ
આજ મને ગાંધીજી યાદ આવે
આદિવાસીના અપમાન જોઈ
આજ મને ગાંધીજી યાદ આવે.
મજૂરોના દાતાર તમે ફરીથી ધરા પર આવો
આદિવાસી ને માન તમે ફરી અપાવી જાઓ.
કહે 'સંદેશી 'કોઈ પણ સમયે આવો
કરીશું ભાવભીના સ્વાગત
બાપુ તમે ફરી પધારો.