STORYMIRROR

Nirav Rajani "शाद"

Children Stories

3  

Nirav Rajani "शाद"

Children Stories

બાળપણ

બાળપણ

1 min
498

કેવું મજાનું આ બાળપણ,

ન હોય કોઈ શાણપણ

હોય પરીઓની વાતો,

અને હોય ભોળપણ.


રમતાં થાકીયે તો ખીર હોય તૈયાર,

ને એમાં લગે ગળપણ,

નેક્યારેક અવગણીયે માનો આદેશ,

તો હોય એનું બડપણ.


રમતાં-રમતાં માટીની મૂર્તિ બનાવીએ,

તો હોય પુજારીપણ

ને ઘરડીદાદીના ખિજાવાના ચારા પાડીએ

તો હોય ઘડપણ.


ક્યારેક રેતીના ઊંચા ઢગલા પર ઘર બનાવીએ,

તો કડિયાપણ

તો ક્યારેક કુમળા બાળકની જેમ,

રડી દેખાડીયે બાળપણ.


સામગ્રીને રેટ આપો
લોગિન