બાળપણ.
બાળપણ.

1 min

22.8K
સ્વાર્થ વગરનું સગપણ,
કેવું મજાનું એ બાળપણ,
ખાવું, પીવું ને રખડવું,
ચિંતા જ નહિ એકપણ,
છાપો, લખોટી, ભમરડા,
ભાઈબંધ ને ભોળપણ,
સેતુડા, કેરીઓ, આંબલી,
ગોળ વિનાનું એ ગળપણ,
ગપ્પા, જુઠ્ઠાણાં, ઝઘડા,
મારામારીનું એ ગાંડપણ,
ઝંખના આજેય ક્ષણક્ષણ,
મારું મજાનું એ બાળપણ.