અનુભૂતિ
અનુભૂતિ
1 min
133
જીવનમાં આવતી,
કેટલીક અનુભૂતિ,
હોય કોઈ નામ વિનાની,
હોતી નથી કામ વિનાની.
એક તરણું પણ લાગે,
મોટો સહારો ડૂબતા માટે.
એની વ્યાખ્યા થાય નહીં,
કિંમત ઓછી અંકાય નહીં.
દૂર રહી રાહ દેખાડે,
અને દીવાદાંડી કહે.
ઝાકળના બિંદુ જેવી,
વર્ષે પણ છલકાય નહીં.
પાણી છે પણ ભરાય નહીં,
તરસ લાગે તો પીવાય નહીં.
બસ તેમની હાજરી,
છે જીવન માટે જરૂરી.