અંગત
અંગત
1 min
391
સંગ સઘળાં
સગા-સંબંધી-મિત્રો.
અંગત ખરા ?
માનવ દિસે
નાટ્યકલા નિપુણ
સંસાર-મંચે
સાવ અંગત,
પરાયા પળેપળ
કાં હોય સંગી ?
ચિત્ત ભ્રમણા,
આ માયા જગતની.
મોહ સ્નેહનો !
સૌથી અધિક
પ્યારો સર્જનહાર ,
સાચો અંગત !
પ્રકૃતિ સંગે
રહો મસ્ત , પ્રેમાળ
દિસસે જગ !
સદાયે મ્હેંકે
પ્રફુલ્લિત આતમ,
સ્નેહી ઝરણે
અંગત-સંગી
સ્વસ્થ અંતરમન
અનંત-પ્રેમે !
