અમે પંખીડાં
અમે પંખીડાં
1 min
415
ઉડતા આકાશનાં, અમે પંખીડાં
વિહરીએ અમે, ઉંચેરા આભમાં,
વહેલી પરોઢના, અમે પંખીડાં
ગાતા ગીતો અમે,વહેલી પરોઢના,
વાયરાના સંગાથના,અમે પંખીડા
કરતાં કિલ્લોલ અમે, સાથમાં રે,
ઉડતાં આકાશનાં, અમે પંખીડા
વિહરીએ અમે,ઉંચેરા આભમાં,
સૂરજની સાથના,અમે પંખીડા
ચીં ચીં કરતાં, અમે પંખીડાં.
