અલગ અંદાજ છે
અલગ અંદાજ છે


સિર પર ગિરનારનો તાજ છે,
સિંહ જેવો અલગ અંદાજ છે,
મીઠાશ છે વાણી ને વ્યાપારમાં
સૌથી પ્રિય અમારા કામકાજ છે,
છે સુકાની અમારા મશહુર ઘણાં
દુનિયામાં એમના પ્રેમના રાજ છે,
છે, દબદબો ભોજન ને સ્વાદમાં,
અતિથિ દેવો ભવનો રિવાજ છે,
સમાન તોલમાપ છે એકતા ભરેલા
સાથે ગવાતા પ્રાર્થના ને નમાજ છે,
દરિયા, ડુંગર ને રણ ના સાથે રહીને,
મુખમાં જેવા સાથે તેવો અવાજ છે.