અદ્ભૂત શરીર રચના
અદ્ભૂત શરીર રચના
મુખથી ખાઈને એ પહોંચ્યું પગથી શીર સુધી
જે ખાધું ને પીધું તેમાંથી બન્યું લોહીથી બુદ્ધિ
ખાધું કાચું પોચું એટલું જ જે દાંતથી ચાવ્યું
આટલું મજબૂત દાંતનું હાડકું ક્યાંથી આવ્યું
સમજાયું નહીં આ બાજરીનું કેમ બન્યું રુધિર
હૃદયથી પહોંચાડે બહુ નખશીખ કેટલું સુધીર
કેશ ઘડવા લઇ જતી અમાપ માલ કેશનળી
નસનસમાં વહેતો જડ નખનો સામાન વળી
વહેતા લોહી માટે રગમાં ના સરનામું લખ્યું
દરેક અંગને નિયમિત પહોંચાડતું વણલખ્યું
નખનો સામાન જઈ પહોંચે આંગળીની ટોચે
યુવાને કાળો તો વૃદ્ધને ધોળો રંગ કેશ પહોંચે
નયનને આંસુ તો વહેતું કરતો સર્વત્ર પ્રસ્વેદ
કોને કેટલું ક્યારે શું આપવું ભણ્યું છે ચાર વેદ.